• સોમવાર, 25 મે, 2026

ગુંદાલાના હુમલા-લૂંટના ચકચારી બનાવમાં પ્રતિફરિયાદ દાખલ

ભુજ, તા. 24 : થોડા દિવસ પૂર્વે મુંદરાના ગુંદાલામાં ખાલી બેરેલના વેપારીને માર મારી રોકડની લૂંટ ચલાવાના બનાવમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા સહિત ચાર સામે ફોજદારી નોંધાઈ હતી. આ બનાવમાં પ્રતિફરિયાદ નોંધાઈ છે. વ્યવસાયે પત્રકાર એવા આરીફ કામસ ખલીફાએ પ્રાગપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ 22/5ના ઓઈલ ચોરીની વિગતો મળતાં બ્રેકિંગ ન્યૂઝ હોવાના લીધે તે તથા સાથી મિત્ર પત્રકાર હરિ સુમાર ગઢવી બન્ને ગુંદાલા સર્વિસ રોડ બાજુ ગયા હતા. જ્યાં દૂરથી વીડિયો બનાવતા હતા ત્યારે એક વ્યક્તિ આવી વીડિયો બાબતે પૂછી મારવા લાગ્યો, અન્ય બે માણસાએઁ પણ ઘેરી લીધા આથી હરિભાઈ ત્યાંથી બચીને નાસી ગયો હતો. ફરિયાદીને પકડીને કન્ટેનરની ઓફિસમાં લઈ જઈ બીજા માણસને કહ્યું કે, તલવાર લઈ આવી ફરિયાદીને દેખાડી આથી અન્ય એક માણસે કહ્યું કે, ગફુરભાઈ મુકી દયો... બીજાએ તલવાર તેની પાસેથી લઈ લીધી. આ બાદ ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો અને કહ્યું કે, અહીંથી નીકળવું હોય તો અમે કહીએ તેમ કરવું પડશે અને ફરિયાદીને વીડિયોમાં બોલાવ્યા કે તું કહે કે અહી તને સંજય બાપટે મોકલાવેલ છે. ના પાડતાં મારવા લાગ્યા આથી બીકના લીધે વીડિયો બનાવ્યો અને તેઓ ગાડીમાં બેસાડી પોલીસ મથકે લઈ આવ્યા હતા. ફરિયાદના આધારે ગફુરભાઈ અને અન્ય બે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. 

Panchang

dd