ભુજ, તા. 24 : માધાપરમાંથી 37 હજારના શરાબ સાથે શખ્સને
પોલીસે ઝડપી પાડયો હતો, જ્યારે મોટી ભુજપુરમાં 18 હજારનો શરાબ મળ્યો પરંતુ આરોપી હાજર મળ્યો ન હતો. માધાપર પોલીસને
બાતમી મળી હતી કે, હર્ષિલ રેસિડેન્સીમાં રહેતો કિશોર ઉર્ફે કરણ દેવાનંદ ગઢવી તેના જૂના
મકાન સ્વામિનારાયણ નગરમાં શરાબનો જથ્થો રાખી વેચાણ કરે છે. આથી પોલીસે દરોડો પાડી શરાબની
અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો તથા બિયર એમ કુલ્લે રૂા. 37050ના શરાબના જથ્થા સાથે આરોપી
કિશોરને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજી તરફ મુંદરા પોલીસે બાતમીના આધારે મોટી
ભુજપુરમાં આરોપી જગદીશ દેવજી પાતાળિયાના રહેણાક પાછળના વાડામાં દરોડો પાડી અલગ-અલગ
બ્રાન્ડનો શરાબ જેની કિં. રૂા. 18050નો જથ્થો
જપ્ત કર્યો હતો. દરોડા દરમ્યાન આરોપી જગદીશ હાજર મળ્યો ન હતો.