• સોમવાર, 25 મે, 2026

બેલામાં જાહેરમાં જુગાર રમતા સાત ખેલીની અટક

ગાંધીધામ, તા. 24 : રાપર તાલુકાના બેલા ગામના બસ સ્ટેન્ડ પાસે ખંડેર મકાનમાં જુગાર રમતા સાત ખેલીને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 16,330 જપ્ત કર્યા હતા. બેલા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલા ખંડેર મકાનની ખુલ્લી ઓરડીમાં અમુક શખ્સો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હતા. દરમ્યાન અચાનક પોલીસ ત્રાટકી હતી અને અહીંથી શંભુ ખુમાણ પરમાર, મુરા કરમણ બગડા, ખાના દેવજી બગડા, આમુ લાધા પરમાર, લાધા દેસરા ધૈંચડા, રણછોડ જગા પરમાર અને કરશન મલુ રાઠોડ નામના શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 16,330 જપ્ત કરવામાં આવ્યા હતા. આ પૈકીના એકેય પાસેથી મોબાઈલ મળ્યા ન હતા. 

Panchang

dd