• સોમવાર, 25 મે, 2026

કિડાણાનો તડીપાર શખ્સ પરત આવતાં ધરપકડ

ગાંધીધામ, તા. 24 : કિડાણાના શખ્સને બે માસ માટે અહીંથી તડીપાર કરાયો હોવા છતાં પરત આવતાં તેને પોલીસે પકડી પાડી તેની સામે ગુનો દર્જ કર્યો હતો. કિડાણાના 100 ચોરસ વાર વિસ્તારમાં રહેનાર દાઉદ ઉર્ફે દાવલો ઇબ્રાહીમ કટિયા નામના શખ્સને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં તા. 21/4ના તડીપાર કરાયો હતો. તેને કચ્છ તથા કચ્છને અડીને આવેલા જિલ્લાઓમાંથી તડીપાર કરાયો હતો અને અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. તેનો આ સમયગાળો પૂર્ણ ન થયો હોવા છતાં તે ગઇકાલે ગાંધીધામ આવી ચડયો હતો અને રામલીલા મેદાન પાસે હાજર હતો, તેવામાં પૂર્વ બાતમીના આધારે પોલીસે તેને પકડી પાડી તેની સામે તડીપાર ભંગની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd