• રવિવાર, 24 મે, 2026

આડેસર પાસે પશુઓને કતલખાને લઈ જતા ત્રણ શખ્સ ઝડપાયા

ગાંધીધામ, તા. 23 : આડેસર ચેક પોસ્ટ પાસેથી પોલીસે  અબોલ પશુ ઉપર અત્યાચાર ગુજારનારા ત્રણ આરોપી સામે ફોજદારી નોંધી હતી. આડેસર ગામથી રોડ તરફ આવતી બે જીપને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો.અબલત્ત વાહનચાલકોએ વાહન હંકારી દીધુ હતું, જેનો પોલીસે  પીછો કર્યો હતો. આડેસર ચેક પોસ્ટ પાસે પોલીસે આ  વાહનનો રોકાવ્યાં હતાં.દરમ્યાન પિકઅપ બોલેરો નં. જીજે-12-સીટી-5879 તથા  જીજે-12-બીઝેડ-1224માં અબોલ જીવને ખીચોખીચ ક્રૂરતાપૂર્વક ભરી વધના ઈરાદે વહન કરી, ઘાસાચારા અને પાણી વ્યવસ્થા કરાઈ ન હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. આ અંગે જરૂરી આધારા પુરાવા રજૂ ન કરી શકતા આરોપી સિકંદર નભુડા જત, આલમ અરબી જત, કરીમ મામદઅલી જતની  પોલીસે ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે. આ કાર્યવાહીમાં કુલ રૂા.10.48લાખનો મુદ્દામાલ હસ્તગત લેવાયો હતો. 

Panchang

dd