ભુજ, તા. 6 : ગઈકાલે આઈપીએલની મેચ ઉપર મોબાઈલમાં
ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતો માંડવીમાંથી એક શખ્સને એલસીબીએ ઝડપી પાડી કાર્યવાહી કરી
હતી. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ ગઈકાલે એલસીબીની ટીમ માંડવીમાં પેટ્રોલિંગમાં
હતી, ત્યારે ખાનગી બાતમી મળી કે, મલકેશ કમલેશભાઈ વાઘેલા (રહે. ગૌરી હોસ્પિટલ પાસે) હાલ આઈ.પી.એલ.ની દિલ્હી તથા
ચેન્નઈ વચ્ચે ચાલી રહેલી લાઈવ મેચ ઉપર ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડે છે.
આ બાતમીના આધારે દરોડો પાડી મલકેશ પાસેના મોબાઈલ ફોનમાં ક્રિકેટ સટ્ટા બેટિંગની આઈ.ડી.
ચાલુ હતી, જેમાં 1500નો સોદો લગાડેલો હતો. આઈ.ડી.માં રૂા. 10,514ની બેલેન્સ રાખી જુગાર રમતો
હતો. મલકેશને રોકડા રૂા. 6500, 20,000નો મોબાઈલ તથા આઈ.ડી.માં બેલેન્સ રૂા. 10,514ના મુદ્દામાલ સાથે ઝડપી માંડવી
પોલીસ મથકે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.