ભુજ, તા. 6 : ગઇકાલે રાત્રે શહેરનાં રઘુવંશીનગરમાં
ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમતા પાંચ ખેલીને પોલસે ઝડપી પાડયા હતા. ગઇકાલે રાત્રે
ભાનુશાલી નગરની પાછળનાં રઘુવંશી નગરમાં મંદિરની સામે ગલીમાં દિલીપ ઠક્કરનાં આંગણામાં
ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમતા મૂળ વારાહીના એવા અજમલ નમોભાઇ ઠાકોર ઉપરાંત દિલીપભાઇ
મધુભાઇ ઠક્કર, કાર્તિક નીલેશભાઇ ઠક્કર,
ચિરાગ યશભાઇ ઠક્કર, શૈલેષભાઇ સંજયભાઇ ઠક્કર (રહે.
તમામ રઘુવંશીનગર-ભુજ)ને રોકડા રૂા. 10,550ના મુદ્દામાલ સાથે બી-ડિવિઝન પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી
કરી હતી.