• શુક્રવાર, 15 મે, 2026

રાપર : `ચૂંટણીમાં નડતરરૂપ થયો છે' કહીને વેપારી ઉપર બે શખ્સનો હુમલો

ગાંધીધામ, તા. 5 : રાપરમાં સ્થાનિક ચૂંટણીમાં અમને નડતરરૂપ થયેલ છે તેમ કહી બે શખ્સે વેપારીને માર મારી તેની પાસેથી રોકડ રૂા. 2200ની લૂંટ ચલાવી હતી. રાપરના એકતાનગરમાં રહેતા ફરિયાદી વેપારી પ્રેમજી રામજી મીણાત (પટેલ) ગઇકાલે બપોરે પોતાની સિમેન્ટની એજન્સી (દુકાન) ખાતે દેના બેંક ચોક ખાતે જઇ રહ્યા હતા. દરમ્યાન, રસ્તામાં સહદેવસિંહ ધીરૂભા જાડેજા અને મહિપતસિંહ ટી. જાડેજાએ તેમને રોકાવ્યા હતા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમને ઘણો નડતરરૂપ થયો છે તેમ કહી ફરિયાદીને માર માર્યો હતો અને ખિસ્સામાંથી રૂા. 2200ની લૂંટ ચલાવી હતી. રાડારાડનાં પગલે લોકો એકઠા થતાં બંને આરોપી નાસી ગયા હતા. બાદમાં ફરિયાદી પોતાની દુકાને હતા ત્યારે ફરીથી બંને આરોપી દુકાને આવી ગાળાગાળી કરી હતી અને સ્ટેપ્લર ઉપાડી ફરિયાદીને માર માર્યો હતો. દરમ્યાન, આસપાસના લોકો આવી જતાં આ શખ્સો ફરીથી મળીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપીને ચાલ્યા ગયા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd