• શુક્રવાર, 15 મે, 2026

બામણસર નજીક સિમેન્ટનો બ્લોક પડતાં શ્રમિક યુવાને જીવ ખોયો

ગાંધીધામ, તા. 5 : રાપરનાં બામણસર ગામના નવા બનતા પુલનાં કામ વખતે સિમેન્ટ બ્લોક પડતાં શ્રમિક એવા તારકનાથ અસ્તિકનાથ કોદરી (ઉ.વ. 22) નામના યુવાને જીવ ખોયો હતો તેમજ વરસામેડીમાં રહેનાર જીતેન્દ્રસિંહ રામનારાયણસિંહ (ઉ.વ. 40)એ એસિડ પી લઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આડેસર-સાંતલપુર રોડ બામણસર ગામ નજીક નવા પુલનું કામ થઈ રહ્યું છે, જ્યાં ગઈકાલે બપોરે શ્રમિકો કામ કરી રહ્યા હતા, ત્યારે તારકનાથ નામનો પશ્ચિમ બંગાળનો યુવાન પણ ગઈકાલે અહીં કામ કરી રહ્યો હતો. દરમ્યાન પવનના કારણે ઉપરથી સિમેન્ટનો બ્લોક આ યુવાન ઉપર પડતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બીજીબાજુ અપમૃત્યુનો  એક બનાવ વરસામેડીમાં આવેલી માધવ વિલા સોસાયટીમાં બન્યો હતો. અહીં રહેનાર જીતેન્દ્રસિંહ નામના યુવાને એસિડ પી લેતાં તેને સારવાર અર્થે આદિપુરની હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાને ઘરેલુ બનાવમાં આવું પગલું ભર્યું હોવાનું પોલીસ મથકે કરાયેલી નોંધમાં જણાવાયું હતું, જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd