નલિયા, તા 5 : લખપત તાલુકાના સાગરકાંઠેથી 10 જેટલા બિનવારસુ પેકેટ મળી આવ્યાં હતાં. નારાયણ
સરોવર પોલીસની ટીમ દરિયાઈ વિસ્તારમાં નિયમિત પેટ્રાલિંગ કરી રહી હતી, તે દરમિયાન સુગરબેટ નજીક દરિયા
કિનારે તણાઈ આવેલા માદક પદાર્થ ચરસનાં 10 પેકેટ મળી આવ્યાં હતાં. પોલીસે આ તમામ પેકેટો કબજે કરી નારાયણ સરોવર પોલીસ
મથકે જમા કરાવ્યાં છે. પ્રાથમિક દૃષ્ટિએ આ પેકેટો બિનવારસુ હોવાનું જણાઈ રહ્યું છે
અને દરિયાઈ મોજાં સાથે તણાઈને કિનારે આવ્યાં હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી
છે.