ભુજ, તા. 4 : તાલુકાના મોખાણાની કિંમતી જમીન બોગસ દસ્તાવેજ
બનાવી વેચી મારવાની છેતરપિંડીની ફરિયાદ 14 માસ પૂર્વે નોંધાઈ હતી, જેમાં તપાસમાં સહઆરોપી તરીકે ભૂમિકામાં આરોપી વિપુલભાઈ ભગુભાઈ
કોવાડિયા (આહીર) (રહે. ધ્રંગ, તા. ભુજ)નું નામ ખૂલતાં છેલ્લા
14 માસથી નાસતો-ફરતો આરોપી વિપુલભાઈ ધ્રંગના મેકરણ
દાદાના મંદિર પાસે ઊભો છે તેવી ખાનગી બાતમી એલસીબીની ટીમને મળતાં તેને ઝડપીને આગળ કાયદેસરની
કાર્યવાહી અર્થે પદ્ધર પોલીસને સોંપવામાં આવ્યો છે.