• શુક્રવાર, 15 મે, 2026

ચેક પરતના કેસમાં ભુજના આરોપીને એક વર્ષની કેદ

ભુજ, તા. પ : ચેક પરત થવાના કેસમાં ભુજના આરોપી સૈયદ ઈરફાનશા લતીફશાને એક વર્ષની સાદી કેદનો ચુકાદો અદાલતે આપ્યો છે. ફરિયાદી ચુડાસમા દિવ્યરાજસિંહ દિગ્વિજયસિંહ (રહે. મિરજાપર) પાસેથી આરોપી સૈયદ ઈરફાનશા લતીફશા (ભુજ)એ રૂા. 80 હજાર લીધા હતા. જે પરત માગતાં પ0 હજાર અને 30 હજારના એમ બે ચેક લખી આપ્યા હતા, જે પરત ફરતાં ફરિયાદ દાખલ કરાવી હતી, જેમાં અધિક જ્યુ. મેજિ. એ આરોપીને કસૂરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા ફરિયાદીને રૂા. 90 હજાર વળતર ચૂકવવા આદેશ કર્યો છે. ફરિયાદી તરફે વકીલ તરીકે વિવેકસિંહ આર. જાડેજા, ધૈર્ય વી. ઠક્કર, રણજિતસિંહ સોઢા હાજર રહ્યા હતા. 

Panchang

dd