ગાંધીધામ, તા. 4 : ભચાઉ તાલુકાના જડસા નજીક રસ્તા
પર ઊભેલા શખ્સને પકડી પાડી પોલીસે તેની પાસેથી રૂા. 5000ની દેશી બંદૂક જપ્ત કરી હતી. કંથકોટથી જડસા તરફ જતા રસ્તા પર ઊભેલો શખ્સ બંદૂક
સાથે હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં પહોંચી હતી. અહીં ઊભેલા ભરત નારણ કોળી
નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી રૂા. 5000ની 51 ઈંચની દેશી બંદૂક જપ્ત કરવામાં
આવી હતી. તે બંદૂક ક્યાંથી ? કેવા આશયથી
લઈ આવ્યો હતો તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.