ભુજ, તા. 18 : ખનિજચોરી ઉપર અંકુશ લાવવા પ્રાગપર
પોલીસે વાંકી-ટપ્પર માર્ગેથી ગેરકાયદે રીતે પથ્થર ભરી વહન કરતાં એક ડમ્પરને ઝડપી કાર્યવાહી
કરી હતી. પ્રાગપર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન વાંકી-ટપ્પર માર્ગ પર ડમ્પર
નં. જી.જે.-09-એ.યુ.-2563ને રોકાવી તપાસતાં તેમાં આશરે
30 ટન જી.એસ.બી. પથ્થર ભરેલા હતા.
ચાલક સમીર અદ્રેમાન ધલ (રહે. મોટી ભુજપુર)ને આ પથ્થર વહન અંગે આધાર-પુરાવા માગતાં ન
હોવાથી વાહન જપ્ત કરી ખાણ ખનિજ વિભાગને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.