• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

મુંદરામાં ગેરકાયદે રેતી વહન કરતું ટ્રેઇલર જપ્ત

ભુજ, તા. 4 : મુંદરાના હિન્દ સર્કલ પાસેથી ગેરકાયદે રેતી વહન કરતા એક આઇવા ટ્રેઇલરને એલસીબીએ ઝડપી પાડયો હતો. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ તેમની ટીમ મુંદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે હિન્દ સર્કલ પાસે આઇવા ટ્રેઇલર નં. જીજે-36-ટી-5924માં ભરેલી આશરે 47.40 ટન રેતી (ખનિજ) અંગે ચાલક હુસેન ઇશાક સાટી (રહે. કોજાચોરા, તા. માંડવી) પાસે આ રેતી વહન અંગેના આધાર-પુરાવા માગતા તેની પાસે ન હોઇ ટ્રેઇલરને જપ્ત કરી આગળની કાર્યવાહી કરાઇ હતી. 

Panchang

dd