• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

લેર પાસે માધાપરના આધેડને અજાણ્યાં વાહને અડફેટે લેતાં મોત

ભુજ, તા. 4 : ગઇકાલે રાત્રે લેર પાસે અજાણ્યાં વાહને માધાપરના 58 વર્ષીય આધેડ ભરતભાઇ ખીમજીભાઇ ચાવડાને અડફેટે લેતાં ગંભીર ઇજાના પગલે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં 108ના ચાલક સવાભાઇ રબારી તથા મૃતક ભરતભાઇના પુત્ર કૌશિકભાઇએ જાહેર કરેલી વિગતો મુજબ ગઇકાલે રાત્રે 9.30 વાગ્યાના અરસામાં ચકાર-કોટડા રોડ વડવા હોથી-કાંયા સીમમાં લેર ગામથી બે કિ.મી. આગળ ભુજ તરફના માર્ગે માધાપરનાં ગ્રીનસિટીમાં ભરતભાઇને કોઇ અજાણ્યો વાહનચાલક અડફેટે લઇ નાસી ગયો હતો. સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. 

Panchang

dd