ભુજ, તા. 2 : મુંદરાના
જીઆઈડીસી વિસ્તારમાં ટ્રક ભરેલો શરાબનો જથ્થો કટિંગ થતો હતો, ત્યારે પોલીસે દરોડો પાડી 1200થી
વધુ પેટી જેટલા શરાબના જથ્થા સાથે ટ્રક, આઈસર અને બોલેરો પિક-અપ સાથે બેને
ઘટનાસ્થળે જ ઝડપી લેવાયા હતા, જ્યારે અન્ય બે સાગરિતને પણ પકડવામાં
આવ્યા છે. શરાબના જથ્થાની ગણતરી અને આરોપીઓની પૂછતાછ સહિતની કાર્યવાહી પોલીસ દ્વારા
મોડી રાત સુધી ચાલુ રહેતાં વધુ વિગતો હાલ મળી શકી નથી, પરંતુ
આવતીકાલે સમગ્ર વિગતો જાહેર થશે તેવું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.