ભુજ, તા. 2 : તાલુકાનાં
ઝુરા ગામે બેખોફ રીતે દેશી દારૂ વેચાતો અને પીવાતો હોવા બાબતે મહિલાએ વીડિયો ઉતાર્યો
હતો, જે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. વીડિયો ઉતારનાર મહિલાને
માર મારવામાં આવ્યો હતો, જે બાબતે પણ ફરિયાદ નોંધાઈ છે. ઝુરા
ગામમાં રહેતા આશાવર્કર સંગીતાબેન રાજેશભાઈ મહેશ્વરીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમણે
સ્વરૂપાજી ખીરાજી જાડેજાનાં ઘરે દેશી દારૂ અંગે વીડિયો ઉતારતાં આ બાબતનું મનદુ:ખ રાખી
આરોપી ભૂપેન જાડેજાએ ફરિયાદીને તેમનાં ઘર સુધી પકડી ઢસડીને તથા આરોપી સ્વરૂપાજીના ઘરે
ત્રી સભ્યે લાતો વડે માર મારી ઘરમાં ગોંધી રાખી. ભૂપેન જાડેજા અને હરાસિંગ સવુભા જાડેજાએ
ફરિયાદી અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી-ગાળો આપી ફરિયાદીને શરીરે ઉજરડા
તથા મૂઢમાર ઈજાઓ કરી હતી. આ અંગે માધાપર પોલીસે વિવિધ કલમો તળે આરોપીઓ સામે ગુનો દાખલ
કરી કાર્યવાહી હાથ ધરી છે.