• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

કચ્છની સંસ્થામાં ઉછરેલી યુવતીને લગ્નની લાલચ આપી બેંગ્લારમાં દુષ્કર્મ

ભુજ, તા. 1 : અનાથ બાળકોને ઉછેરતી કચ્છની એક સંસ્થામાં બે વર્ષની હતી ત્યારથી મોટી થઇ પુખ્તવયની થતાં સ્વતંત્ર રીતે બહાર બેંગ્લોર (કર્ણાટક) નોકરી કરવા જતાં ત્યાં આરોપીએ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી પાંચથી છ માસનો ગર્ભ રાખી યુવતીને તરછોડી મૂકતાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. માધાપર પોલીસ મથકે ગઇકાલે યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી રાઘવ ઉર્ફે રાઘવેન્દ્ર શેટ્ટી (રહે. યશવંતપુર રેલવે સ્ટેશન, પ્લેટ ફોર્મ નં. 1ની બાજુમાં, હોટેલ ઉડુપી એક્સપ્રેસ ઇન બેંગ્લોર-કર્ણાટક)વાળાએ ફરિયાદી યુવતીને લગ્નની લાલચ આપી ફેબ્રુઆરીથી મે માસ દરમ્યાન તેની મરજી વિરુદ્ધ અવાર-નવાર શરીર સંબંધ બાંધી ફરિયાદીના પેટમાં પાંચથી છ માસનો ગર્ભ રાખી અને બાળક બાબતે જો તેનું નામ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી તપાસ પીએસઆઇ બી.એ. ડાભીએ હાથ ધરી છે. આ કેસ અંગે શ્રી ડાભીએ જણાવ્યું હતું કે, ભોગગ્રસ્ત યુવતીની વહારે તેનો ઉછેર કરનારી સંસ્થા આવી હતી અને સંસ્થાના સંચાલકોએ આરોપીનો ફોનથી સંપર્ક કરી યુવતી સાથે લગ્ન કરશે કે કેમ તે અંગે પૂછતાં તેણે લગ્નની ના પાડી દીધી હતી. પોલીસે છાનબીન આદર્યાનું શ્રી ડાભીએ ઉમેર્યું હતું.

Panchang

dd