ગાંધીધામ, તા. 1 : શહેરની
ગોપાલપુરી વસાહતમાં જાહેરમાં જુગાર રમતા છ ખેલીને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 31,550 જપ્ત કર્યા હતા તેમજ બીજી બાજુ કિડાણામાંથી ત્રણ શખ્સ
ઝડપ્યા હતા. દીનદયાળ પોર્ટ ઓથોરિટીની વસાહત ગોપાલપુરીમાં ગત મોડી રાત્રે પોલીસે છાપો
માર્યો હતો. અહીં અંબાજી મંદિરની પાસે મકાન નંબર ઈ-15ની
પાછળ અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા, ત્યારે અચાનક આવેલી પોલીસે અહીંથી
મુકેશ છગન મકવાણા, કિશન શંકર મકવાણા, રાહુલ
અશોક પવૈયા, જીતુ રતિલાલ પ્રજાપતિ, મેહુલ
ડાયા વાલ્મીકિ, પુષ્પરાજસિંહ હરેન્દ્રસિંહ સોલંકી નામના શખ્સોને
પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસને
માત્ર રોકડ રૂા. 31,550 મળ્યા
હતા. બીજી બાજુ કિડાણા ભૂકંપનગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાતો હતો, ત્યારે આવેલી પોલીસે અબ્દુલખાન ઉમરખાન પઠાણ, ઈલિયાસ અલુ
સિંધી, રઝાક યુસુફ સિપાઈની અટક કરી રોકડ રૂા. 11,200 જપ્ત કર્યા હતા.