• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

હોથીવાંઢ પાસે ગેરકાયદે રેતી ભરેલી ટ્રક પકડાઇ

ભુજ, તા. 1 : અબડાસા તાલુકાની હોથીવાંઢ બાજુથી ગેરકાયદેસર રીતે રેતી (ખનિજ) ભરેલી ટ્રક એલસીબીએ પકડીને કાર્યવાહી કરી હતી. એલસીબીની ટીમ નલિયા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે નલિયા-માંડવી ધોરીમાર્ગે હોથીવાંઢ ગામના બસ સ્ટેશન પાસે કોઠારા બાજુથી આવતી ટ્રક નં જી.જે.-01-સીએક્સ- 2237વાળી આવતાં તેને ઊભી રખાવી તપાસતાં તેમાં આશરે આઠ ટન રેતી (ખનિજ) ભરેલી હોવાથી ચાલક નારણ સુલતાન અબ્દુલા પરમાર (રહે. નલિયા)ને આ અંગે પાસ-રોયલ્ટી માગતાં ન હોવાથી ટ્રક જપ્ત કરી ખાણ- ખનિજ વિભાગને રિપોટ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Panchang

dd