• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

મુંદરા અને વડાલામાં મટકાનો જુગાર રમતા બે પકડાયા

ભુજ, તા. 1 : મુંદરામાં નદી નાકા પાસે આંકફરક મટકાનો જુગાર રમી-રમાડતા રવિ કાંતિ મહેશ્વરીને મુંદરા પોલીસે રોકડા રૂા. 480 સાથે ઝડપી લીધો હતો, જ્યારે વડાલા ગામે બસ સ્ટોપ પાસે જીલુભા કુંવરજી રાઠોડને મુંદરા મરીન પોલીસે મિલન બજારનો જુગાર રમતા ઝડપી રોકડા રૂા. 1100 કબજે કરવામાં આવ્યા હતા. બંને વિરુદ્ધ મુંદરા અને મુંદરા મરીન પોલીસે ગુના નોંધી કાર્યવાહી કરી હતી.

Panchang

dd