• શનિવાર, 15 નવેમ્બર, 2025

પઠાણી ઉઘરાણીએ કોટડા (જ.)ના વૃદ્ધનો જીવ લીધો

ભુજ, તા. 14 : હોસ્પિટલના ખર્ચ પેટે વ્યાજે લેવાયેલા એક લાખના બદલે ચાર લાખની પઠાણી ઉઘરાણી કરાતાં નખત્રાણા તાલુકાના કોટડા (જ.)ના દેવજી રામજી બુચિયા (ઉ.વ. 58)એ એસિડ પી આપઘાત કર્યો હોવાના મામલે ત્રણ જણ વિરુદ્ધ નખત્રાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, ફરિયાદીના પિતા હતભાગી દેવજીભાઈએ આરોપી ભુજ તાલુકાના ખેંગારપરના માવજીભાઈ જાદવ પાસેથી ટુકડે-ટુકડે રોકડ તથા ઓનલાઈન મારફતે રૂા. એક લાખ લીધા હતા, જેના બદલામાં આરોપીએ રૂા. ચાર લાખ માગ્યા હતા. ત્યારબાદ ફરિયાદીના માતા તથા પિતા દેવજીભાઈને હબાય ખાતે આવેલી વાડીમાં બોલાવી દેવજીને ચાર લાખ આપવા દબાણ કરાયું હતું અને ધાક ધમકી કરાઈ હતી, તેમજ અન્ય બે અજાણ્યા કિન્નરે મૂઢ માર મારી તું ચાર લાખ આપી દેજે નહીંતર તને સીધો કરી નાખશું તેવી ધમકી આપી હતી, જેનાથી કંટાળીને દેવજીભાઈએ એસિડ પીને આપઘાત કર્યો હતો. આમ, પઠાણી ઉઘરાણી કરી અવાર-નવાર ધાકધમકી આપનારા ત્રણેય આરોપી સામે નખત્રાણા પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણ આપવા સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

Panchang

dd