• શનિવાર, 15 નવેમ્બર, 2025

આદિપુરમાં પાણીના ટાંકામાં પડી જતા કિશોરીએ જીવ ખોયો

ગાંધીધામ, તા. 14 : આદિપુરમાં વોર્ડ-1-એમાં પાણીના ટાંકામાં પડી જતાં લક્ષ્મી સુરેશ રાણા (ઉ.વ. 17)નામની કિશોરીએ જીવ ખોયો હતો. બીજી બાજુ લખપતના ફુલરામાં અનવર ઈબ્રાહિમ મેમણ (ઉ.વ. 31)એ ગળે ફાંસો ખાઈ જીવ દીધો હતો તેમજ અંજાર ગળપાદર રોડ પર ટ્રેક્ટરે હડફેટમાં લેતા શંભુ દેવજી માંગલીયા (મહેશ્વરી) (ઉ.વ. 45)નું મોત થયું હતું. તેમજ અંજારમાં દુકાનના પગથીયા પર બેઠેલા જુમા ઈસ્માઈલ કલરને જીપએ હડફેટે લેતા આ યુવાને અકાળે જીવ ખોયો હતો. આદિપુરમાં વોર્ડ-1-એ તોલાણી હાઉસિંગ સોસાયટી મકાન નંબર 445માં ગઈકાલે અપમૃત્યુનો બનાવ બન્યો હતો. અહીં રહેનાર લક્ષ્મી નામની કિશોરી પોતાના ઘરના આંગણામાં આવેલા પાણીના ટાંકામાં પડી જતાં પોતાનો જીવો ખોયોય હતો. આ કિશોરી ટાંકામાં કેવી રીતે પડી તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજી બાજુ ફૂલરામાં ગઈકાલે બપોરતી સમી સાંજના અરસામાં બનાવ બન્યો હતો. અહીં રહેનાર અનવર મેમણ નામના યુવાને અગમ્ય કારણોસર કમરના પટ્ટાને પંખામાં બાંધી ગળે ફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા. બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની છાનભીન પોલીસે હાથ ધરી છે. તેમજ નાગલપરમાં રહેનાર ફરિયાદી કરશન ઉર્ફે કેશવજી વિરા ઝંઝક (મહેશ્વરી) અને શંભુ માંગલિયા પોતાના ગામથી ગળપાદર ખાતે છાણીયું ખાતર લેવા આજે સવારે આવી રહ્યા હતા. આ બંને ટ્રેક્ટર નંબર જી.જે.07-એ.એ.-7433, ટ્રોલીનંબર જી.જે.12-એ.વી.-1320થી શર્મા રીસોર્ટ સામે પહોંચ્યા હતા ત્યારે પાછળથી આવતા ટ્રેઈલર નંબર જી.જે.18-બી.ટી.-5288એ ટ્રોલીને ટક્કર મારતા ગંભીર ઈજાઓને પગલે શંભુનું મોત થયું હતું. જ્યારે ફરિયાદીને ઈજાઓ થઈ હતી. વધુ એક જીવલેણ બનાવ અંજારના સવાસરનાકા પાસે ગત તા. 8/11ના બન્યો હતો. બપોરના અરસામાં જૂમા કવર નામનો યુવાન દુકાનના પગથીયા પર બેઠો હતો. ત્યારે રોંગ સાઈડમાં આવતી કમાન્ડર જીપ નંબર જી.જે.09-એમ.-2398એ આ યુવાનને હડફેટે લીધો હતો જેમાં તેને સ્થાનિકે અને બાદમાં વધુ સારવાર અર્થે આદિપુર લઈ જવાયો હતો. જ્યા ફરજ પરના તબિબે તેનો મૃત જાહેર કર્યો હતો. વાહન ચાલક સામે કાસમ ઈસ્માઈલ કલરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

Panchang

dd