ભુજ, તા. 14 : મુંદરામાં મૂળ મધ્યપ્રદેશના
મજૂરના થેલામાં રહેલા રોકડા રૂા. 20,000 તથા મોબાઈલ દ્વારા રૂા. 61,000 અન્યના ખાતામાં ટ્રાન્સફર કરી કુલ રૂા. 81,000ની ચોરી કરવા મામલે બે આરોપી
સામે મુંદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, મુંદરાના પાવાપુરી ચોકડી પાસે રહેતા વિનોદ તેરસિંગ
કટારા પાસે રહેલા થેલામાંથી આરોપી પપીતા વિનોદ કટારા અને ફિરોજ મિયાણાએ રોકડા રૂા.
20,000 તથા ફરિયાદીના મોબાઈલમાંથી
રૂા. 61,000 આરોપી ફિરોજના ખાતામાં ટ્રાન્સફર
કરી કુલ રૂા. 81,000ની ચોરી કરી હતી. આ મામલે મુંદરા
પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.