ભુજ, તા. 14 : અમારા ગામમાં બહારના માણસોને
આવવાની મનાઈ છે તેમ કહી મુંદરા તાલુકાના નવીનાળ ગામમાં હુમલો કરનારા ચાર જણ વિરુદ્ધ
મુંદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, નવીનાળમાં જૂની પ્રાથમિક શાળા પાસે આવેલા વડના
ઝાડની બાજુમાં આરોપી ભીખુભા સોઢા, મેઘરાજ પઢિયાર તથા અન્ય બે
અજાણ્યા શખ્સોએ ફરિયાદી શબાબુલને અમારા ગામમાં બહારના માણસોને આવવાની મનાઈ છે તેમ કહી
ફરિયાદી શબાબુલ અનીશ મલિક તથા મિત્ર શાહરુખને માર મારવા સાથે જાનથી મારી નાખવાની ધમકી
આપી હતી. આ મામલે મુંદરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.