ગાંધીધામ, તા. 14 : ભચાઉ તાલુકાના વાંઢિયામાં ચાલતાં
કામનું કવરેજ કરવા ગયેલા પત્રકારને ધાકધમકી કરાતાં પોલીસ મથકે ફરિયાદ કરાઇ હતી. સામા
પક્ષે કંપનીના સિનિયર મેનેજરે ધાકધમકી અને રૂા. 86,000ના ચેઇનની લૂંટની ફરિયાદ કરી હતી. વાંઢિયામાં રહેનાર ફરિયાદી
મહેશકુમાર જગદીશ રાજગોર અને અન્યો હળવદ ટ્રાન્સમિશનની અદાણીની વીજલાઇન પર ચાલતા કામનું
કવરેજ કરવા ગયા હતા ત્યારે કમલેશ મોદીએ ઉશ્કેરાઇ જઇ અપમાનજનક શબ્દો કહ્યા હતા અને કવરેજ
બંધ કરવાનું કહ્યું હતું. સામા પક્ષે જ્યોતિ સ્ટ્રક્ચર લિમિટેડના સિનિયિર મેનેજર કમલેશકુમાર
દશરથલાલ મોદીએ મહેશ જગદીશ રાજગોર સામે ફરિયાદ કરી હતી. તેણે સેફટી રિબિન તોડવાની કોશિશ
કરતાં ફરિયાદીએ તેની ના પાડી હતી અને ઝપાઝપી કરી ફરિયાદીની રૂા. 86,000ની ચેઇનની લૂંટ કરી હતી. આ
બંને પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.