ભુજ, તા. 14 : તાલુકાના કુકમા ગામના મહિલા
પોલીસ કોન્સ્ટેબલ પર ભુજોડી પાસે થયેલા લાજ લેવાના તથા ખૂનના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા
આરોપી અનિલકુમાર બેચરભાલ મારૂની આગોતરા જામીન અરજી ભુજની સેશન્સ અદાલતે નામંજૂર કરી
હતી. આ કેસમાં આરોપી અનિલકુમારે ફરિયાદી સાથે
સંબંધ રાખવાના મામલે બોલાચાલી કરી લાજ લેવા તથા તેના પર વાહન ચડાવી જાનથી મારી નાખવાનો
પ્રયત્ન કર્યો હોવાનો આરોપ મુકાયો હતો. આરોપીએ આ મામલે આગોતરા જામીન મેળવવા કરેલી અરજી
અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નામંજૂર કરી હતી. આ કેસમાં મૂળ ફરિયાદી વતી વરિષ્ઠ
ધારાશાત્રી આર. એસ. ગઢવી, વિનીત જી.
ચૌધરી, વિશ્વા એન. પરમાર તથા શિવમ બી. સોલંકી હાજર રહ્યા હતા.