ગાંધીધામ, તા. 13 : ભચાઉ
તુકાના ચોબારીમાં યુવાનની હત્યા પ્રકરણે એક આરોપીના સુપ્રીમ કોર્ટે જામીન અરજી નકારી
દીધી હતી. ચોબારી ગામમાં ગત વર્ષ દરમ્યાન હત્યાનો આ બનાવ બન્યો હતો. વિષ્ણુ ઉર્ફે વિશન
નામના યુવાનની માદેવા રણછોડ અમરા ઢીલા અને વિપુલ માદેવા રણછોડ ઢીલાએ હત્યા નીપજાવી
હોવાની ફરિયાદ રાહુલ રવજી ઉર્ફે રવાભાઇ મણવરે પોલીસ મથકે નોંધાવી હતી. બનાવમાં પોલીસે
ચાર્જશીટ રજૂ કરી હતી. દરમ્યાન માદેવા ઢીલાએ રાજ્યની વડી અદાલતમાં જામીન અરજી કરતાં
તે નામંજૂર થઇ હતી. બાદમાં આ આરોપીઓ દેશની વડા અદાલતમાં સ્પે. લીવ ટુ અપીલ રેગ્યુલર
જામીન અરજી કરી હતી જ્યાં બંને પક્ષોની દલીલોને ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટે આ અરજી નામંજૂર
કરી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં મૂળ ફરિયાદીના વકીલ તરીકે આર. સી. કોહલી, સિદ્ધાર્થ એચ. દવે તથા સ્થાનિકે હિતેન્દ્રસિંહ બી. વાઘેલા, નરેન્દ્રસિંહ બી. જાડેજા, અશ્વિન આર. ઢીલા, વિજયભા પી. ગઢવી, કલ્પેશ એન. વાણિયા, હરપાલસિંહ કે. જાડેજા હાજર રહ્યા હતા.