• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

આદિપુરમાં સ્પાની આડમાંનાં કૂટણખાનાંનો પર્દાફાશ

ગાંધીધામ, તા. 11 : આદિપુરના મૈત્રી રોડ પર સ્પાની આડમાં કૂટણખાનું ચલાવનાર એક પરપ્રાંતિય મહિલાને પોલીસે પકડી પાડી તેની પાસેથી રોકડ રૂા. 5000 જપ્ત કર્યા હતા. આ કૂટણખાનામાંથી ત્રણ રૂપલલનાને મુક્ત કરાવાઇ હતી. આદિપુરના મૈત્રી રોડ ઉપર દીપકલા કોમ્પ્લેક્સમાં કવિતા પ્રોવિઝન સ્ટોરની ઉપર આવેલા મીજિક સ્પા નામની દુકાનમાં કૂટણખાનું ચાલતું હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે આ સ્પામાં એક ડમી ગ્રાહકને પૈસા આપી શરીર સુખ માણવા જતાં અને ઇશારો કરતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને સ્પાની સંચાલક એવી દિલ્હીની મંજુ જીતરામ લોહારને પકડી પાડી હતી. આ મહિલાએ મનીષ બળદેવ સાધુ પાસેથી દુકાન ભાડે લઇ તેમાં કૂટણખાનું ચલાવતી હતી. સ્પાની આડમાં ચાલતાં આ કૂટણખાનામાંથી જુદા-જુદા રાજ્યની ત્રણ મહિલાને મુક્ત કરાવાઇ હતી. સંચાલક મહિલા મંજુ મસાજ પેટે રૂા. 1500 લઇ બાદમાં રૂપલલના પાસે ગ્રાહકને મોકલાવતી. આ મહિલાઓ શરીર સુખ માણવા ગ્રાહકને જણાવતી હતી. ગ્રાહક જે રૂપિયા આપે તેના અડધા પૈસા સંચાલકને આપવામાં આવતા હતા. આ કૂટણખાનામાંથી પોલીસે રોકડ રૂા. 5000 જપ્ત કર્યા હતા. આ કૂટણખાના-સ્પામાં સી.સી.ટી.વી. કેમેરા લગાવાયેલા ન હોવાથી પોલીસે ડી.વી.આર. કે અન્ય કાંઇ જપ્ત કર્યું નહોતું. 

Panchang

dd