ગાંધીધામ, તા. 11 : તાલુકાના કિડાણામાં ચાર શખ્સે પાઇપ વડે હુમલો કરતાં બે યુવાન
ઘવાયા હતા તેમજ ભચાઉના વોંધમાં ચાર શખ્સે માર મારતાં એક યુવાનને ઇજાઓ પહોંચી હતી. ગાંધીધામના
ગણેશનગરમાં રહેનાર ફરિયાદી વિરમ માતા આહીર તથા તેના મિત્ર જીવરાજ, ધાર્મિક, ભૂપેન્દ્ર ગાડી
લઇને કિડાણા ચાર રસ્તા પાસે આવેલી ચાની દુકાને ચા પીવા ગયા હતા ત્યારે એક ગાડીમાં આરોપી
હરેશ ગોહીલ, કિશન જાદવ, વિનોદ ગોહીલ, દિલીપ પરમાર નામના
શખ્સોએ ત્યાં આવી જીવરાજ સાથે પૈસા મુદ્દે માથાકૂટ કરી હતી. તેવામાં ફરિયાદી વચ્ચે
પડતાં આ શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને બંને ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરતાં જીવરાજને હેમરેજ તથા અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. બીજી
બાજુ વોંધમાં રહેનાર ફરિયાદી જાવેદ ઉર્ફે અકબર દાઉદ ઘાંચી અને તેનો ભાઇ ઇરફાન બાઇક
બાજુ ગયા હતા, ત્યાં જીતુને ચાવી લઇ આવવા જણાવ્યું હતું. બાદમાં
જીતુ, બબા કોળી, રજાક ખલીફા અને સલીમ માંજોઠીએ
પાઇપ વડે હુમલો કરતાં ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. બંને બનાવમાં પોલીસે
ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.