• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ગાંધીધામમાં ખાંડનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

ગાંધીધામ, તા. 11 : ગાંધીધામના કાર્ગો આઝાદનગર ઝૂંપડાં વિસ્તારમાં આવેલા એક વાડામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. આ વાડામાંથી રૂા. 75,000ની ત્રણ ટન નકામી (વેસ્ટેજ) ખાંડનો જથ્થો મળ્યો હતો જેના આધાર-પુરાવા રજૂ ન કરી શકતાં જથ્થો સંગ્રહ કરનારા સંજય ઉર્ફે ટાઇગર ગણપત દેવીપૂજક નામના શખ્સને ઝડપી લેવાયો હતો. ખાંડનો આ જથ્થો ક્યાંથી આવ્યો હતો ? અને કોને વેચવામાં આવતો હતો ? તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd