• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ચેક પરત કેસમાં મુંદરા કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો ; 2 વર્ષની સજા

મુંદરા, તા. 10 : ચૂકવવાની બાકી રકમનો તહોમતદારનો ચેક પરત થવાના મામલામાં 2 વર્ષની મહત્તમ જેલની સજા તથા બાકી ચુકવવાપાત્ર રહેતી રકમ 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો મુંદ્રા કોર્ટે ચુકાદો આપ્યો હતો. ધારાશાસ્ત્રી દ્વારા મળતી વિગત મુજબ, મોટા કાંડાગરાના લાખુભા સાહેબજી જાડેજા તરફથી હીંગોરીયા (તા.અબડાસા)ના અજીતસિંહ ખેતુભા સોઢા વિરૂધ્ધ મુંદરા કોર્ટમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફરિયાદમાં માંગણી કરાઈ કે, ફરિયાદી અને ત્હોમતદાર વચ્ચે ગઢવાડ, તા. અબડાસાની સીમમાં આવેલા ખેતર સંબંધે જાન્યું. 2014ના વેચાણ સાટા કરાર થયા અને ફરિયાદીએ ત્હોમતદારને બાનાની રકમ રૂા. 15,00,000 રોકડા ચૂકવી આપ્યા. પરંતુઆરોપીએ એ કરારનો અમલ કરવા તૈયારી બતાવી નહિ, અને સાટા કરાર રદ કરવાનું નક્કી થયા બાદ ત્હોમતદારે ફરિયાદીને બાનાની લીધેલી રકમ રૂા પંદર લાખનો ચેક આપ્યો, જે ખાતામાં અપુરતા ભંડોળના કારણે પરત થયો. કેસ દાખલ બાદ તહોમતદાર તરફથી રૂા. 11,00,000 ચુકવાયા, અને બાકી રકમ નહિ ચુકવાતાં મુંદરા ચીફ જયુ. મેજીસ્ટ્રેટ, એચ. જે. તન્ના, સમક્ષ  કેસ ચાલી જતાં તહોમતદારને સમાજમાં દાખલો બેસે તે રીતે 2 વર્ષની મહત્તમ જેલની સજા તથા બાકી કાયદેસરની ચુકવવાપાત્ર રહેતી રકમ રૂા. 4 લાખ ફરિયાદની તારીખથી 9 ટકા વ્યાજ સાથે ચુકવી આપવા હુકમ ફરમાવાયો હતો. આ કામે ફરિયાદી તરફથી મુંદરાના સિનિયર એડવોકેટ  પ્રવિણચંદ્ર વી. ગણાત્રા તથા જયેશ એન. રાઠોડે હાજર રહી દલીલો કરી હતી.

Panchang

dd