ગાંધીધામ, તા. 4 : રાપર તાલુકાનાં પલાંસવામાં
રહેતા વનરાજાસિંહ ગજુભા વાઘેલા (ઉ.વ. 22) કાકરિયું ખેતરમાં દવા પી જતાં મૃત્યુ નીપજ્યું હતું બીજા બનાવમાં
મીઠીરોહરમાં રહેતા અફસાનાબેન મુસ્તફા શેખ (ઉ.વ. 24)ને વીજશોક લાગતાં સારવાર કારગત નીવડે તે પહેલાં તેમનું મૃત્યુ
નીપજ્યું હતું. આડેસર પોલીસે વિગતો આપતાં જણાવ્યું
હતું કે, પલાંસવામાં વાડી વિસ્તારમાં તા. 3/11ના 9:30થી 10 વાગ્યાના અરસામાં વનરાજાસિંહ
કોઈ અગમ્ય કારણોસર દવા પી ગયા હતા. સારવાર માટે પલાંસવા સીએચસીમાં ખાસેડાયા હતા. ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસે અકસ્માત મોતનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીધામ તાલુકાનાં મીઠીરોહરમાં
પાણીના ટાંકાની બાજુમાં રહેતા અફસાનાબેન તા. 3/11ના લગભગ 12:30 વાગ્યાના
અરસામાં પોતાના ઘરે ઈલેક્ટ્રિક બોર્ડમાં વાયર નાખવા ગયાં હતાં. આ દરમ્યાન જમણા હાથમાં
વીજશોક લાગતાં તેઓ નીચે પડી ગયાં હતાં. તુરંત
તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ રામબાગ હોસ્પિટલ લઈ જવાયાં હતાં. સારવાર કારગત નીવડે
તે પહેલાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તેણીનો લગ્નગાળો બે વર્ષનો છે અને સંતાનમાં
એક દીકરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આગળની તપાસ નાયબ પોલીસ અધીક્ષકે હાથ ધરી છે.