• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ભુજ પોલીસે પોક્સોના નાસતા બે આરોપી મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશથી પકડયા

ભુજ, તા. 13 : પોકસોના ગુનાના પકડ વોરંટથી નાસતા ફરતા બે આરોપીને મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશથી ભુજ પોલીસે પકડી પાડયા હતા. આ અંગે એ-ડિવિઝન પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ પોકસોના ગુનાના અધિક ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજની પોકસો કોર્ટના પકડ વોરંટના આરોપી મજીદ અખતર ખાન (રહે. અચલપુર જિ. અમરાવતી, મહારાષ્ટ્ર) 2018થી નાસતો ફરતો હતો અને અખિલેશ ગુરુચરણ શર્મા (રહે. ભટ્ટવાળિયા, તા. નગરકટવાલ, જિ. ગોન્ડા, ઉત્તરપ્રદેશ) કોર્ટ મુદત તારીખ પર હાજર રહેતો ન હતો. આ બંને આરોપીને ભુજની એ-ડિવિઝન પોલીસની બે અલગ-અલગ ટીમ મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ જઇ ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા.

Panchang

dd