ગાંધીધામ, તા. 12 : ભચાઉનાં સામખિયાળી ટોલ પ્લાઝા
પાસેથી એક કારમાંથી પોલીસે રૂા. 6,14,400ના
શરાબ સાથે શખ્સને પકડી પાડયો હતો. બીજી બાજુ આદિપુરમાં રૂા. 63,660ના દારૂ સાથે શખ્સ ઝડપાયો હતો.
ગાંધીધામ બાજુથી આવતી કારમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે સામખિયાળી ટોલ
પ્લાઝા ઉપર વોચ ગોઠવી હતી, તેવામાં બાતમીવાળી
કાર આવતાં આડશ મૂકી આ વાહનને રોકાવી તેની તલાશી લેવામાં આવી હતી. કારમાં વચ્ચે તથા
ડિક્કીમાંથી દારૂ નીકળતાં ચાલક પ્રેમ પ્રકાશ ગિરધારીરામ જાટ (ભાંભુ)ને પકડી લેવાયો
હતો, તેને આ દારૂ રાજસ્થાનના ગણેશ ચેતનરામ મેઘવાળે વરસામેડી એરપોર્ટ
ચોકડીથી 10 કિ.મી. આગળ
આપી ગયો હતો અને દારૂ જામનગર પહોંચાડવાનો હતો તેમજ ત્યાં પહોંચ્યા બાદ કોને આપવો તે
માટે ગણેશને ફોન કરવાનો હતો, પરંતુ
તે પહેલાં તેને પોલીસે પકડી પાડયો હતો. આ એક્સયુવી કાર જીજે-27-સીએમ-4562માંથી રોયલ સ્ટેગ 750 મિલીની 108, રોયલ ચેલેન્જની 750 મિલીની 60, 8પીએમ રેરની 750 મિલીની 120 બોટલ તથા 8પીએમ રેરના 180 એમએલના 960 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 6,14,400નો શરાબ જપ્ત કરવામાં આવ્યો
હતો. જામનગરમાં કોણે દારૂ મગાવ્યો હતો તથા ગણેશને પકડી પાડયા સહિતની આગળની તપાસ પોલીસે
હાથ ધરી છે. બીજી બાજુ આદિપુરના બેવાળી લેબર કેમ્પ ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી આશિષ જગદીશ
મહેશ્વરી નામના શખ્સને પકડી પાડી જુદી-જુદી બ્રાન્ડનો રૂા. 63,660નો દારૂ તેની પાસેથી જપ્ત કરાયો
હતો, તેને આ દારૂ ગાંધીધામ ગુરુકુળનો દીપક જગદીશ
મંગલાણી આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું.