ભુજ, તા. 12 : માંડવીના આસંબિયા પાસેના પેટ્રોલપંપ
પર પાર્ક કરેલા ડમ્પરમાંથી બેટરીઓની ઉઠાંતરી કરનારા બે આરોપીને કોડાય પોલીસે ચોરાઉ
બેટરીઓ સાથે ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. ગત તા. 9-10ના રાત્રે બેથી ત્રણ વાગ્યા
દરમ્યાન નીલમ પેટ્રોલપંપ પર પાર્ક કરાયેલા ડમ્પરોમાંથી બેટરીઓની ચોરી થતા પંપના સીસીટીવી
ચકાસતાં બે ઇસમ બેટરીઓની ચોરી કરતા દેખાયાની ફરિયાદ નોંધાવાઇ હતી. કોડાય પોલીસે છાનબીન
કરી આ કામના આરોપી મિતેશ વસંતલાલ ચાવડા (રાજપૂત) અને ગોવિંદ પરબતભાઇ સંગાર (રહે. બન્ને
નાના આસંબિયા)ને ચોરાઉ ચાર બેટરીઓ કિં. રૂા. 37,400 સાથે ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. ચોરીમાં કિશોર મીઠુભાઇ
કોલી (રહે. મોટી ઉનડોઠ)ની સંડોવણી ખૂલતાં કાયદેસરની કાર્યવાહી કરાઇ છે.