• બુધવાર, 12 નવેમ્બર, 2025

નખત્રાણામાં પત્તા ટીંચતા સાત જુગારી ઝડપાયા

ભુજ, તા. 12 : ગઈકાલે નખત્રાણામાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા સાત ખેલીને એલસીબીએ દબોચી લઈ કાયદેસરનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. ગઈકાલે એલસીબીની ટીમ નખત્રાણામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, વિશ્વકર્મા માર્કેટ વિસ્તારમાં શિવ હોટલની પાછળ ખુલ્લામાં જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના પગલે દરોડો પાડતાં ગંજીપાના વડે જુગાર રમતા સુચારામ ધનારામ બેન્સ અને નરેન્દ્રપાલ વજીરચંદ બેન્સ (રહે. બન્ને મૂળ પંજાબ હાલે નખત્રાણા) તથા રામ જયંતીલાલ ઠક્કર, કાનાભાઈ લાખાભાઈ રબારી, વિનોદ લીલધાર ઠક્કર, શૈલેન્દ્રસિંહ ભુરજી સોઢા અને અભયસિંહ સવાઈસિંહ સોઢા (રહે. તમામ નખત્રાણા)ને રોકડા રૂા. 46,700ના મુદામાલ સાથે ઝડપી નખત્રાણા પોલીસ મથકે જુગારધારા તળે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. 

Panchang

dd