ભુજ, તા. 12 : શહેરના વોકળા ફળિયામાં દુકાનના
પતરા ખોલી રૂા. 16090ના મુદામાલની
ચોરી કરનારો રિઢો આરોપી રામજી ઉર્ફે ગબ્બર વિશ્રામ વાઘેલા (ભુજ)ને એલસીબીએ ચોરાઉ માલ
સાથે ઝડપી પાડયો છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ ગઈકાલે એ-ડિવિઝન પોલીસ
મથકે જિગરભાઈ ઠક્કરે ફરિયાદ નોંધી હતી કે, તેમની વોકળા ફળિયામાં લક્ષ્મી સેલ્સ નામની દુકાન છે. ગત તા. 8/10ના રાતથી બીજા દિવસની સવાર
સુધી કોઈ અજાણ્યો ચોર ઈસમ દુકાનના પતરા ખોલી અંદર પ્રવેશી સિગારેટ અને રજનીગંધાના પેકેટસ
જેની કુલ કિ. રૂા. 16090ના મુદામાલની
ચોરી કરી ગયા છે. એલસીબીએ હ્યમુન રિસોસૃ અને ખાનગી બાતમીના આધારે આ ચોરીને અંજામ આપનારા
આરોપી રામજી ઉર્ફે ગબ્બર વિશ્રામ વાઘેલાને ચોરાઉ મુદામાલ સાથે ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી
લીધો છે. આરોપી સાથે ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. આરોપી ગુનાહિત ઈતિહાસ ખરડાયેલો
છે. તેની વિરુદ્ધ વિવિધ ગુના અલગ-અલગ પોલીસ મથકે નોંધાયેલા છે.