ભુજ, તા. 10 : ભુજનો યુવાન ટ્રેન મારફત મુંબઈથી
શરાબની બોટલઓ ભરી ટ્રોલી બેગમાં લઈ આવી રેલવે સ્ટેશનથી ભીડનાકા તરફ આવી આ જથ્થો સગેવગે
કરવાની ફિરાકમાં હોવાની બાતમીનાં પગલે એલસીબીએ અલગ-અલગ બ્રાન્ડની 62 શરાબની બોટલ સાથે રાજકુમાર
રવીલાલ દાવડા (રહે. જેષ્ઠાનગર, ભુજ)ને
દબોચી લીધો હતો. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ એલસીબીએ પેટ્રોલિંગ દરમ્યાન
બાતમી મળી કે, રાજકુમાર રવીલાલ દાવડા મુંબઈથી ટ્રેન મારફત મોટી
ટ્રોલી બેગમાં ભારતીય બનાવટનો અંગ્રેજી પ્રકારનો જથ્થો લાવ્યો છે અને તે હાલે રેલવે
સ્ટેશનથી ભીડનાકા તરફ જતા માર્ગે હાજર છે. આ શરાબનો જથ્થો તે સગેવગે કરવાની ફિરાકમાં
છે. આ બાતમીનાં પગલે રાજકુમારને અલગ-અલગ બ્રાન્ડની શરાબની 62 બોટલ કિં. રૂા. 63,375 તથા એક મોબાઈલ કિં. રૂા. 2000ના મુદ્દામાલ સાથે ઝડપી આગળની
કાર્યવાહી અર્થે બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.