• સોમવાર, 16 જૂન, 2025

ભુજમાં આગળ જતું ટ્રેઈલર ઉભ્યુંને પાછળનું ટ્રેઈલર ધડાકાભેર ઘૂસ્યું

ભુજ, તા.9 : ગળકાલે સાંજે શહેરના એરપોર્ટ રિંગરોડ પર ભુતનાથ મંદિર પાસે ક્રિકેટના મેદાન સામે આગળ જતું ટ્રેઈલર ઉભું રહેતાં પાછળ આવતું ટ્રેઈલર તેમાં ધડાકાભેર ઘૂસી જતાં ભુજના 32 વર્ષીય ચાલક અબ્દુલ ઈબ્રાહિમ નોડેનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું. આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે સુલેમાન ઈસ્માઈલ નોડેએ જાહેર કરેલી વિગતો મુજબ ભુજના ગાંધીનગરીમાં રહેતો અબ્દુલ તેના કબજાનું ટ્રેઈલર જીજે-39-જે-9601 લઈને સાંજે 6 વાગ્યાના અરસામાં એરપોર્ટ રોડ, ભુતનાથ મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે પોતાની આગળ જતું અજાણ્યું ટ્રેઈલર ઉભું રહેતા તેણે બ્રેક માર્યા છતાં તેનું ટ્રેઈલર ઉભું ન રહી આગળના ટ્રેઈલરમાં ધડાકાભેર ઘૂસી ગયું હતું. આ અકમાતમાં ચાલક કેબિનને ભારે નુકશાન થયું હતું. સ્ટિયરીંગ અબ્દુલના પેટ અને છાતીમાં ઘુસી જવાથી આંતરીક ઈજાઓ થઈ હતી અને પગમાં પણ ઈજા થઈ હતી. આસપાસના લોકોએ અબ્દુલને કેબિનમાંથી બહાર કાઢી તેને તાત્કાલીક જી. કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત ન નીવડતાં મધ્યરાતે તેણે સારવાર દરમ્યાન દમ તોડયો હતો. એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd