• સોમવાર, 16 જૂન, 2025

ગાંધીધામ : સુરતના યુવાન સાથે ઠગાઈ પ્રકરણે વધુ એકની અટક

ગાંધીધામ, તા. 9 : સુરતના એક યુવાનને અહીં બોલાવી એક કા ડબલ કરવાનું કહી તેની પાસેથી રૂા.50,000 કાગળનાં પૂઠાં તેને પધરાવી નાસી જનાર ટોળકીના બે શખ્સને પોલીસે પકડી પાડયા હતા. બાદમાં ત્રીજા આરોપીને પકડી પાડી પૂઠાં, કાગળ, નોટ પર કવર કરવાના ડબ્બાં, વગેરે આ શખ્સ પાસેથી જપ્ત કરાયા હતા. આ ટોળકી વિરુદ્ધ સંગઠિત અપરાધની કલમોનો ઉમેરો કરાયો હતો. સુરતના હસન મહમ્મદ અબ્દુલ અંસારી નામના યુવાને ઈન્સ્ટાગ્રામ ઉપર કાર્તિક જોશી નામની આઈ.ડી.માં એક કા ડબલની રીલ્સ જોઈ લાલચમાં આવીને પ0,000ના એક લાખ કરાવવા ગાંધીધામ આવ્યો હતો. આ યુવાન પાસેથી રૂા.50,000 લઈ અંજારના અલીઅસગર સુલેમાન શેખ અને અલ્તાફ ઈબ્રાહીમશાહ શેખ નામના શખ્સો તેને ઉપર સાચી ચલણી નોટ તથા અંદર કોરા કાગળવાળા બંડલ પકડાવીને નાસી ગયા હતા, જે અંગે પોલીસ મથકે ફરિયાદ બાદ બંનેની પલીસે ધરપકડ કરી હતી. બંનેને કોર્ટમાં રજૂ કરાતાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. દરમ્યાન અંજારના મામદશા જુસબશા શેખની અટક કરવામાં આવી હતી. પકડાયેલા આ શખ્સ પાસેથી પેપર કાપવા માટેનું મશીન, સફેદ રંગના કોરા પાનાંની નોટોના બંડલ નંગ-24, નોટો પર કવર કરવા માટેની 13 પીંછી, કવરના ડબ્બા, મોબાઈલ, રોકડ રકમ વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા. આ ટોળકી પૈકીના શખ્સો વારંવાર સંગઠિત અપરાધ કરવાની ટેવવાળા હોવાથી તેમની સામે ભારતીય ન્યાયસંહિતાની 2023ની કલમ 111, 61(1)નો ઉમેરો કરાયો હતો. આવી ટોળકીના કોઈ લોકો ભોગ બન્યા હોય તો એ-ડિવિઝન ગાંધીધામનો સંપર્ક કરવા પોલીસે યાદીમાં જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd