ગાંધીધામ, તા. 9 : ખડીર
પંથકમાં ભૂસું ખાધા બાદ વધુ પશુધનનાં મોત તથા બીમાર પડયાં હોવાનું બહાર આવ્યું છે.
આ પંથકમાં પશુધનનાં મોતના પગલે ભારે ચકચાર પ્રસરી છે. ખડીર પંથકના બાંભણકા ગામમાં પશુધનનાં
મોતના બનાવ બહાર આવ્યા છે. જેમાં ગેમરસિંહ સોબતસિંહ સોઢાની 1 ગાય, 1 વાછરડીનું
મોત તથા ભેંસ, પાડી, વાછરડી, વાછરડો બીમાર પડયા છે. દિનેશ ભૂરા મારાજની બે ગાય બીમાર પડી છે. તુલજાશંકર
વિશ્રામ દવેની બે ગાયએ દમ તોડી દીધો છે. સાજણ વેલજી ધેડાની બે ગાય, બે વાછરડી બીમાર પડી છે. બુધા બિજલ સંજોટના ચાર પશુધન બીમાર થયાં છે. મેહુલ
ભગવાન પરમારના બે પશુધનનાં મોત થયાં છે. ગણપત શંકરલાલ મારાજની 10 ગાય બીમાર
પડી છે. આ લોકોએ અમરાપરના ગણેશ દેવરાજ આહીરની રાધેક્રિષ્ના ટ્રેડર્સ નામની દુકાનમાંથી
ભૂસું ખરીદી પોતાના પશુધનને ખવડાવ્યું હતું. મુરૂ મોહન સુથારના ત્રણ પશુધનએ જીવ ખોયો
છે. યાદવ શંભુ સુથારની એક ગાયનું મોત થયું છે. રામ શંભુ સુથારનાં ત્રણ પશુધન બીમાર
છે. પચાણ મેઘા રબારીની 1 ગાયએ
દમ તોડયો છે તથા પાંચ પશુધન બીમાર છે. આ પશુપાલકોએ લાલજી આહીરની અર્બુદા દુકાન પરથી
આહાર ખરીદી પોતાનાં પશુધનને ખવડાવ્યું હોવાનું પોલીસમાં જાહેર કરાયું હતું.