ભુજ, તા. 9 : હાલ યુદ્ધની અતિ સંવેદનશીલ પરિસ્થ્તિમાં સોશિયલ મીડિયાનો સંયમપૂર્વક ઉપયોગ
કરવાની અતિ આવશ્યકતા છે,
ત્યારે દેશની સુરક્ષાને જોખમમાં મૂકતી પોસ્ટ બદલ નાના ભાડિયાના યુવક
સામે ફરિયાદ દાખલ થઈ છે. માંડવી મરીન પોલીસે ફરિયાદી બનીને આજે દાખલ કરેલા ગુનાની વિગતો
મુજબ ભારતના `ઓપરેશન
સિંદૂર' બદલ
વિશ્વના ઘણા દેશોએ સમર્થન આપ્યું હતું, જેમાં અફઘાનિસ્તાન દેશ
પણ સામેલ હતો. આરોપી નાના ભાડિયાના અહેસાન રોશન ખલીફાએ પોતાની ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.માં
સ્ટોરી મૂકી `અફઘાની
બીચ મેં ક્યું આ રહે હૈ
? યહાં સિંદૂર કી બાત હો રહી તંદુર કી નહીં' લખીને
મૂકી હતી. આમ ભારતની સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાને ગેરમાર્ગે દોરે તેવું તથા સુરક્ષાને
જોખમમાં મૂકતી પોસ્ટ બદલ તેની સામે 197(1) (ડી) મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે.
નોંધનીય છે કે, હાલના સમયમાં રાષ્ટ્રની સુરક્ષાને જોખમમાં મૂકતી કોઈ પણ જાતની ગતિવિધિ કાયદાના
રક્ષકો ચલાવી લેશે નહીં, ત્યારે દરેકે ખાસ કરીને સોશિયલ મીડિયાનો
ઉપયોગ અતિ વિવેકપૂર્ણ કરવો જરૂરી છે. જે અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વિવિધ સમાજના
અગ્રણીઓ પણ જણાવી રહ્યા છે.