ભુજ, તા. 18 : તાલુકાના રુદ્રમાતાથી વેકરિયા
સુધીના ધોરીમાર્ગ પર જુદા-જુદા વિસ્તારમાં આવેલી વિવિધ હોટલો અને બ્લોક બનાવવાના કારખાના
સંચાલકો સહિત આઠ ધંધાદારી સામે બન્ની જૂથ પાણી પુરવઠા યોજનાની નર્મદાની પાણીની મુખ્ય
લાઈનમાં ભંગાણ પાડી કુલ રૂા. 15,000નું નુકસાન
કરવા સાથે ગેરકાયદે રીતે જોડાણ મેળવી અંદાજિત એક માસમાં કુલ રૂા. 13,91,195ના પાણીની ચોરી કરી હોવાનો
મામલો માધાપર પોલીસ મથકના ચોપડે ફરિયાદ સ્વરૂપે નોંધાયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પાણી પુરવઠા વિભાગ દ્વારા રુદ્રમાતા હેડવર્કથી
વેકરિયાના રણ સુધી હાથ ધરાયેલી તપાસમાં નર્મદાની 15 મિ.મી. વ્યાસની લાઈનમાં પાઈપ નાખી કુલ 30 દિવસ સુધી પાણી ચોરી કરાઈ હોવાનું ખુલ્યું હતું. ગેરકાયદે જોડાણ
મેળવી પાણી ચોરી કરનારા આરોપીઓ ગોપાલ લખણ (શ્રી મહારુદ્ર શક્તિ ટી હાઉસના માલિક)એ 15,00,000 લિટર પાણીના જથ્થો મેળવી કુલ
રૂા. 92,745, રાઘવજી ગોપાલ (મહારુદ્રાણી
હોટેલના માલિક)એ 15,00,000 લિટર
પાણીનો જથ્થો મેળવી રૂા. 92,745, સામજી
ગોપાલ (હોટેલ રુદ્રાણીકૃપાના માલિક)એ 15,00,000 લિટર પાણીનો જથ્થો મેળવી રૂા. 92,745, હોટેલ રુદ્રાણી પાછળ આવેલું
સર્વિસ સ્ટેશનના માલિક (પોલીસ ફરિયાદમાં નામ નથી)એ 15,00,000 લિટર પાણીનો જથ્થો મેળવી રૂા. 92,745, ભિલાલ ઈભલાભાઈ (રુદ્રાણી હાઈવે
હોટેલના માલિક)એ 15,00,000 લિટર પાણીનો જથ્થો મેળવી રૂા.
92,745, કાનજી જીવા (રામદેવકૃપા હાઈવે
હોટેલના માલિક)એ 15,00,000 લિટર
પાણીનો જથ્થો મેળવી રૂા. 92,745, કાના
રૂપા (વાઘેશ્વરી કૃપા ટી હાઉસના માલિક)એ 15,00,000 લિટર પાણીનો જથ્થો મેળવી રૂા. 92,745, વાલજી લખણા (મુરલીધર સર્વિસ
સ્ટેશનના માલિક)એ 15,00,000 લિટર
પાણીનો જથ્થો મેળવી રૂા. 92,745, માવજી
રાણા (જય વડવાળા ટી હાઉસના માલિક)એ 15,00,000 લિટર પાણીનો જથ્થો મેળવી રૂા. 92,745, લોરિયા ફાટક પાસે આવેલા બ્લોકના
કારખાનાના માલિક રમેશભાઈએ 15,00,000 લિટર
પાણીનો જથ્થો મેળવી રૂા. 92,745, રાણુભા
શિવુભા (ન્યૂ બાબા રામદેવ રાજસ્થાન હોટેલના માલિક)એ 15,00,000 લિટર પાણીનો જથ્થો મેળવી રૂા.
92,745, વિરમભાઈ આહીર (આશાપુરા હોટેલના
માલિક)એ 15,00,000 લિટર પાણીનો જથ્થો મેળવી રૂા.
92,745, આશાપુરા હોટેલની પાછળ આવેલા
ડામર પ્લાન્ટના માલિક (ફરિયાદમાં માલિકનું નામ નથી)એ 15,00,000 લિટર પાણીનો જથ્થો મેળવી રૂા.
92,745, પ્રહલાખસિંહ (જોગમાયા હોટેલના
માલિક)એ 15,00,000 લિટર પાણીનો જથ્થો મેળવી રૂા.
92,745, અને લાખાભાઈ (રામદેવ હોટેલના
માલિક)એ 15,00,000 લિટર પાણીનો જથ્થો મેળવી રૂા.
92,745 મળી કુલ રૂા. 13,91,175ની પાણીચોરી કરી હતી. આરોપીઓએ
ગેરકાયદે પાણીનું જોડાણ મેળવતાં બન્ની જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા બન્ની વિસ્તારમાં
પૂરતું પાણી પહોંચતું નહોતું. પોલીસે આરોપીઓ સામે ધોરણસરની ફરિયાદ નોંધી આગળની તપાસ
હાથ ધરી હતી.