ભુજ, તા. 15 : અબડાસા તાલુકાનાં વિંઝાણમાં
40 વર્ષીય મહિલા શરીફાબાઇ જુસબ
કુંભારે એસિડ પી આપઘાત કરી લીધો હતો. આ અંગે કોઠારા પોલીસ મથકે આજે જાહેર થયેલી વિગતો
મુજબ વિંઝાણમાં રહેતા શરીફાબાઇએ કોઇ અગમ્ય કારણોસર તેમણે ગઇકાલે પોતાના ઘરે એસિડ પી
લેતાં તેમને પ્રથમ માંડવી બાદમાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડયા હતા. આ બાદ
વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં, પરંતુ સારવાર કારગત ન નીવડતાં તેમનું ત્યાં
મૃત્યુ થયું હતું. કોઠારા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.