• ગુરુવાર, 01 મે, 2025

ઘૂસણખોર પાકિસ્તાની સામે બાલાસરમાં ગુનો દર્જ થયો

ગાંધીધામ, તા. 14 : વાગડ પંથકમાં ભારત-પાકિસ્તાનની સરહદ ઓળંગીને ઘૂસણખોરી કરનારા પાકિસ્તાની સામે બાલાસર પોલીસ મથકે વિધિવત રીતે ગુનો નોંધાયો હતો. પોલીસસૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આરોપી  ખાવર કેમુન દાદાજી રાવતુ ભાગરા (રહે. હાજી અબ્દુલ કરીમ બરગડી ખરઈ, તન્દુબાગુ)એ ભારત-પાકિસ્તાનની સીમા  ઉપર પિલર નંબર 992/5-એસ પાસેથી ઘૂસણખોરી કરી હતી. બી.એસ.એફ.એ ગત તા. 26/1/25ના ઘૂસણખોરી કરતા પકડી પાડયો હતો. સમગ્ર મામલે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ આરંભી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd