ભુજ, તા. 27 : શારીરિક રશીતે લાચાર એવી મુકબધીર
સગીરા સાથે નરાધમે દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી કરી દીધાનું હિનકૃત્યુ સામે આવ્યું
છે. આરોપીને પોલીસે અટક કરી જેલ હવાલે કર્યાની વિગતો મળી છે. હળાહળ કળયુગ અને નરાધમ
સામે ફિટકાર વરસે એવા આ હિનકૃત્ય અંગે બી-ડિવિઝન પોલીસ પાસેથી મળેલી વિગતો મુજબ શારીરિક
રીતે અશક્ત મુકબધીર એવી 16 વર્ષીય સગીરાને
પેટમાં દુ:ખાવો ઊપડતા તેના વાલીઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા અને તબીબી તપાસમાં તે ગર્ભવતી
હોવાનું સામે આવતા વાલીના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. 16 વર્ષીય સગીરાને ફરિયાદી વાલીએ
ઈશારાથી આ બાબતે પુછતા તેણે આપવીતી વર્ણવી હતી જેમાં નરાધમ આરોપી કાનજી શિવજી સોલંકી
(રહે. ભુજ)એ અગાઉ બેથી ત્રણ વખત શેરીમા રોકી છેડતી કરી હતી આ બાદ બે માસ પૂર્વે બાવળની
ઝાડીમાં કચરો ફેંકવા ગઈ ત્યારે આરોપી કાનજી તેને ઢસડી બાવળની ઝાડીમાં લઈ જઈ મરજી વિરુદ્ધ
શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યો હોવાની સગીરાના વાલીએ બી-ડિવિઝન પોલીસ મથકે ગઈકાલે
ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ-પોક્સો અને છેડતી સહિતની ગતિવિધિ કલમો તળે આરોપી વિરુદ્ધ
ગુનો દાખલ કરી તપાસ પી.આઈ. જે.કે. મોરીએ હાથ ધરી
હતી. આ અંગે શ્રી મોરીએ જણાવ્યું કે આરોપી કાનજીની અટક કરી કોર્ટમાં રજૂ કરતા
કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી જેલ હવાલેનો હુકમ કરતા તેને જેલમાં ધકેલી દેવાયો છે.