• ગુરુવાર, 01 મે, 2025

અંજાર તાલુકાના 20થી વધુ ગ્રામ્ય વિસ્તારમાં અંધારપટ

અંજાર, તા. 15 :  ધુળેટીના તહેવારના દિવસે અંજાર તાલુકાના અને  ગ્રામ્ય  વિસ્તારોમાં  અંધરાપટ સર્જાયો  હતો. કેબલ ચોરીની  ગેરકાયદે  પ્રવૃત્તિનાં કારણે આ બનાવ બન્યો હતો. કલાકોની કામગીરી બાદ વીજપુરવઠો પુર્વવત થયો હતો.આ અંગે મળતી વિગતો મુજબ   હોળી-ધુળેટીના પર્વ દરમ્યાન અંજાર તાલુકાના લાખાપર ગામની બાજુમાં કેબલ વાયરની ચોરી માટે 66 કે.વી લાઈનમાં દોરડાં નાખતા પાવર બંધ કરાયો હતો. જેનાં કરણે  66 કેવી સબ સ્ટેશન ચાંદ્રાણી, રાતા તળાવ, સતાપર, ખોખરા, બંધ થયાં હતાં. આ કારણોસર આજુબાજુનાં 20 ગામમાં  અંધારપટ સર્જાયો હતો.  મોડી રાત્રિ સુધી કામગીરી  કરાયા બાદ વહેલી સવારે ચાર વાગ્યે વીજ પુરવઠો પુર્વવત થયો હતો.  અવારનવાર કેબલ ચોરીના બનાવથી સર્જાતી પારાવાર હાલાકી અંગે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd