• ગુરુવાર, 01 મે, 2025

એફ.ડી. તોડી ધંધા માટે 15 લાખ આપ્યા, પાછા માગતાં `તમે કોણ ?'

ભુજ, તા. 15 : સરકારી નોકરીમાં નિવૃત્તિ બાદ મળેલ 40 લાખમાંથી ચાર વર્ષ પૂર્વે 15 લાખ રૂપિયા ધંધા માટે આપેલા શખ્સ પાસેથી પરત માગતા તેણે સુણાવી દીધું... તમે કોણ ? હું તમને ઓળખતો જ નથી... ભુજના વંડી ફળિયાંમાં રહેતા 69 વર્ષીય દિનેશ હરિભાઇ સોલંકીએ આ છેતરપિંડી અંગે આજે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ 2015માં સરકારી નોકરીમાંથી વયનિવૃત્ત થતાં તેમને 40 લાખ મળ્યા હતા, જેમાંથી 15 લાખની એફ.ડી. કરાવી હતી. નિવૃત્ત હોવાથી રોજ સાંજે જ્યુબિલી સર્કલ પાસે બેસવા જતાં જ્યાં તેમની ઓળખાણ નરેશ શિવગણ પટેલ (રહે. આઇયા એપાર્ટમેન્ટ-ભુજ) સાથે થતાં વાતચીત દરમ્યાન નરેશને તેમણે એફ.ડી. તોડાવી 15 લાખ રૂપિયા ધંધા માટે આપ્યા હતા અને આ વ્યવહારનું નોટરી લખાણ કરાવ્યું હતું, જેમાં નરેશ તેને તા. 24-12-2024 સુધી પરત આપી દેશે અને સિક્યુરિટી પેટે ચેક પણ લખ્યો હતો, પરંતુ બંનેની ઝેરોક્ષ જ ફરિયાદીને આપી હતી. ત્રણેક મહિના પછી ફરિયાદી અને નરેશભાઇ વચ્ચેના સંબંધ બગડતાં ફરિયાદીએ  આપેલાં નાણાં પરત માગતાં નરેશભાઇએ કહ્યું કે, તા. 24-12-2024 સુધી તમને નાણાં પરત આપવાનાં છે, ત્યાં સુધી તમે માગી શકો નહીં. આમ તા. 24-12-2024 પછી નાણાં પરત માગતાં નરેશભાઇએ જણાવ્યું કે, તમે કોણ ? હું તમને ઓળખતો નથી. મેં તમારી પાસેથી કોઇ નાણાં લીધા નથી કે કોઇ નોટરી લખાણ કરી આપ્યું નથી, તેવું ફરિયાદમાં લખાવ્યું છે. આમ, પોલીસે વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd